Leicester-Satsang Sabha at Shri Sanatan Mandir

જીવનમાં ઇષ્ટદેવના નામનો જપ અતિ આવશ્યક છે: જેનાથી અનેક જન્મના પાપો  બળીને ભસ્મ થાય છેઃ શા. માધવ પ્રિયદાસજીના યુ.કે, લેસ્ટર શહેરના સુપ્રસિદ્ઘ સનાતન મંદિરમાં  સંતોનું સ્વાગત અને સત્સંગ સભા

જીવનમાં ઇષ્ટદેવના નામનો જપ અતિ આવશ્યક છે: જેનાથી અનેક જન્મના પાપો  બળીને ભસ્મ થાય છેઃ શા. માધવ પ્રિયદાસજીના યુ.કે, લેસ્ટર શહેરના સુપ્રસિદ્ઘ સનાતન મંદિરમાં  સંતોનું સ્વાગત અને સત્સંગ સભા

લેસ્ટર (યુ.કે) તા. ૪.શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલ  વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી સંતો સહિત યુ.કે. ના લેસ્ટર શહેરમાં પધારતા ત્યાંના પ્રસિદ્ઘ સનાતન મંદિરના પ્રમુખ શ્રી વિભૂતિબેન આચાર્ય વતી ઉપપ્રમુખ શ્રીરમણભાઇ બાર્બર, કમિટિના સભ્યોએ સંતોનું હાર પહેરાવી ભાવભર્યું સ્વાગત કર્યું હતું.
   મંદિરના વિશાળ પરિસરમાં યોજાયેલ ધર્મ સભામાં પૂ માધવપ્રિયદાસજી સ્વામીએ પ્રવચન કરતા જણાવ્યું હતું કે જીવનમાં ઇષ્ટદેવના નામનો જપ અતિ આવશ્યક છે.
   ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં કહ્યું છે કે, સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ શ્રેષ્ઠ છે. જપ શબ્દનો અર્થ સમજાવતા સ્વામીજીએ કહ્યું હતું કે ઇષ્ટદેવના નામનો જપ અનેક જન્મના પાપોને બાળીનો ભસ્મ કરે જપથી આ લોકના મનોરથો સિદ્ઘ થાય છે.આધ્યાત્મિક ઉન્નત્ત્િ। માટે જપ આવશ્યક છે.
   દુનિયાના શ્રેષ્ઠ બુદ્ઘિશાળી મહાપુરુષો ભગવાનના નામના જપના સહારે મહાન બન્યા છે.મહાભારતના ભિષ્મપિતામહ, શંકરાચાર્યજી વગેરે મહાપુરુષો એમનું ઉદાહરણ છે.
   સ્વામીજીએ જણાવેલ કે આ સનાતન મંદિરનું પ્રમુખ પદ બહેનો સંભાળે છે તે ગૌરવની વાત છે.
   આ સભા પ્રસંગે ભૂજના પ્રસિદ્ઘ કબીર આશ્રમના મહંત શ્રી કિશોરદાસજી મહારાજ ખાસ  ઉપસ્થિત રહ્યા હતા. તેઓશ્રીએ પોતાની અમૃતવાણીનો સભાને લાભ આપ્યો હતો.
શા.માધવપ્રિયદાસજી સ્વામીનું તથા કિશોરદાસજી મહારાજનું સુભગ મિલન સર્વને સ્પર્શી ગયું હતું. અને સનાતન ધર્મના વિવિધ પંથોની એકતાનું દ્યોતક બની રહ્યું હતું.
   આ સત્સંગ સભામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું આયોજન હરિભાઇ રાઠોડ, યોગેશભાઇ ગાંધી, હસમુખભાઇ વગેરેએ ખૂબજ ઉત્સાહ પૂર્વક સંભાળ્યું હતું.